હોમ

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012

મુશ્કેલી, એનો સામનો અને પોઝીટીવ એટ્ટીટ્યુડ.

પ્રેરક પ્રસંગોમાં નોર્મલી વિદેશી કિસ્સાઓ કે કોઇકના સાંભળેલા કિસ્સાઓ વધુ વાંચવા કે સાંભળવા મળતા હોય છે. પણ મેં નજરે જોયેલો હોય તેવો એક બેજોડ કિસ્સો છે.

એક વખત દક્ષીણ ગુજરાતના એક શહેરમાં જેસીઝની એક ટ્રેઇનીંગ માટે જવાનું થયું હતું. એ સમયે જે મારા હોસ્ટ હતા શ્રી સંજયભાઇ તે મને સ્ટેશન ઉપર તેડવા આવેલ. એમની મીત્સુબીશી લેન્સરમાં રેલ્વે સ્ટેશનથી હોટેલ જતા હતા. રસ્તામાં એમની સાથે વાતચીત ચાલુ હતી, પણ એમનું એક વર્તન મને થોડું નવાઇ પમાડે એવું લાગ્યું. ટ્રાફીકમાં ઉભા રહીએ અને કોઇ રીક્ષાવાળો મળે તો એની સાથે વાત કરે, હાથ મીલાવે અને આગળ વધે. ઉપરાંત એક ઓવર બ્રીજ ઉપર લોખંડની ખીલાસળી ભરેલી લારી લઈ જતા મજુરને ધક્કો આપવા કારમાંથી ઉતરી એ દોડ્યા. અને આવી ને કહે એમને મારી મદદની જરૂર હશે.

સાંજે હોટેલ ઉપર મને મુકીને એ તો જતા રહ્યા. પણ અન્ય એક મિત્ર આવ્યા ત્યારે કુતુહલથી એમને આ વીશે પુછ્યું અને એક નવું જ પરીમાણ સંજયભાઇ વીશે મારી સામે આવ્યું.

ગુજરાતના એક નાના સેન્ટરમાં એક સંયુક્ત પરીવાર રહેતો હતો. માં-બાપ અને ચાર ભાઇઓ, એ ચારમાંથી બે ભાઇઓ પરણીત અને એક એક બાળકો ધરાવતા હતા. સંપુર્ણ પરીવારને આધાર રૂપ એક જ ઉકેલ હતો. એમની સહીયારી કરીયાણાની દુકાન.

પરીવાર લગભગ દરીદ્રતાની હાલતમાં હતો. અને એ પરીવારના મુખ્ય બે મોભી એવા મોટા ભાઇઓએ એક કઠોર નિર્ણય લીધો. સંજયભાઇ અને એનાથી એક વરસ નાના જયેશભાઇને પરીવારે સુચના આપી કે તમે હવે બહાર જાવ અને કાંઇક નવું કરો. આ દુકાનમાંથી આવડો મોટો પરીવાર નહી ચાલે. અને દક્ષીણ ગુજરાતમાં આપણા ગામના ઘણા લોકો સેટલ થયા છે ત્યાં નસીબ અજમાવો. અને હાથમાં હજાર રૂપીયા આપી રવાના કર્યા. સંજયભાઇ ત્યારે ૧૯ વરસના હતા અને જયેશભાઇ ૧૮ વરસના. એક જોડી કપડાં અને હજાર રૂપીયા લઈ ભારે હૈયે રવાના થયા.

પછી સંજય અને જયેશ એ ગામ પહોંચ્યા. અને પોતાના ગામના ઓળખીતાને ત્યાં જઈને વાત કરી. તો એ સજ્જન પણ મુંઝાઇ ગયા. એ કહે કે હું પોતે એક સેન્ટ્રીંગ મટીરીયલના સ્ટોરમાં ક્લાર્ક છું અને મારૂં ગુજરાન મુશ્કેલીથી ચલાવું છું. તમારો કેમ સમાવેશ કરૂં? એક-બે રાત રહેવાની સગવડ કરી આપું બાકી મદદમાં મારી અશક્તી છે.

પછી એ સજ્જને એક વાત કરી, અમારી સેન્ટ્રીંગના સ્ટોરમાં લારી ચલાવવા વાળાની જરૂર છે. બન્ને ભાઇઓએ એ કામ સ્વીકાર્યું. અને રાત્રીના રીક્ષા ચલાવતા શીખ્યા.  નવી નવી બનતી સોસાયટીઓમાં સીમેન્ટ, રેતી અને લોખંડ પહોંચાડવાનું કામ શરૂ કર્યું અને મહિનામાં રીક્ષા ચલાવતા શીખી ગયા. દિવસે મજુરી અને રાત્રે રીક્ષા ચલાવે અને ગુજરાન ચાલે. પણ આમ કેટલા દિવસ?

એક વખત એક સોસાયટીમાં એક ડોક્ટરનો બંગલો બનતો હતો તેમાં ચોકીદાર તરીકે જયેશ લાગ્યો અને એ વખતે ડોક્ટરને નાના મોટા ફેરફાર કરાવવા મજુરની જરૂર પડી. એ બન્ને ભાઇઓએ તક ઝડપી. અને ૧૦,૦૦૦ રૂપીયા એડવાન્સ માગ્યા. ડોક્ટર કહે ભરોસો કેમ કરવો? પણ ડોક્ટરે ૧૦,૦૦૦ નું જોખમ આ બન્ને અજાણ્યા ભાઇઓ ઉપર લીધું. અને નક્કી કરેલા સમયમાં સંતોષકારક કામ પણ કરી આપ્યું. ડોક્ટરે ખુશ થઈ એ સોસાયટીમાં બન્નેને ચોકીદાર કમ મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટર તરીકે પરચુરણ કામ કરવા નોકરી અપાવી. અને મહેનત અને લગનથી એક વરસ કામ કર્યું. સાથે રાત્રીના રીક્ષા ચાલુ જ હતી.

એ પછી કોન્ટ્રાક્ટર તરીકે પહેલો બ્રેક મળ્યો. અને પછી ચાર વરસમાં એક બીલ્ડર તરીકે નામના કાઢી. આજે એપાર્ટમેન્ટસ, શોપીંગ કોમ્પ્લેક્સ, રોડ, બ્રીજ વગેરે કામ એમની કંપની કરે છે. ૩૦૦થી વધારે કર્મચારીઓ, સીમેન્ટના સુપર સ્ટોકીસ્ટ, સ્ટીલ અને વોટરપૃફીંગ કેમીકલ્સના સુપર સ્ટોકીસ્ટ વગેરે એમ કુલ ૬ વ્યવસાય છે.

પ્રશ્ન એ થશે કે એમના પરીવારનું શું?

એ બન્ને ભાઇઓ જેમણે આ સંજય અને જયેશને ઘર બહાર નીકળવા કહ્યું હતું એ બન્ને ભાઇઓને એ નાનું ગામ છોડાવી પોતાની સાથે બંગલામાં રહેવા બોલાવી લીધા અને બન્ને મોટા ભાઇઓ માટે એક વ્યવસ્થિત ડીપાર્ટમેન્ટ સ્ટોર પણ ખોલી આપ્યો. આજે એ સમસ્ત પરીવાર પાછો એક જ રસોડે અને એક જ છત નીચે છે.

આજે જયેશ ૩૦ વરસનો છે અને સંજય ૩૧ વરસનો.

પોઝીટીવ એટ્ટીટ્યુડ અને હાર્ડવર્ક.... બસ આ એક જ મંત્ર છે.

બીજા દિવસે જ્યારે એમના ઘરે ચ્હા-નાસ્તા માટે ગયો ત્યારે એમની આ ગુણવત્તા અને મહેનતની લગન વીશે સાંભળ્યા પછી તેમના પ્રત્યેની આખી દ્રષ્ટી બદલાઇ ગઈ.

સેલ્યુટ દોસ્ત.


એ મિત્રની અંગત બાબતોને ધ્યાનમાં રાખતાં એમનું નામ અને ગામનું નામ બદલાવ્યું છે.

17 ટિપ્પણીઓ:

  1. Suparb.....

    Mehnat he jiske man ne
    sukh or shantii jivan me...

    Just awsom....

    Hafeez

    જવાબ આપોકાઢી નાખો
  2. અદ્‌ભૂત...ખરેખર, આવા કિસ્સાને પ્રકાશમાં લાવવા જરૂરી છે, એ પણ એક પ્રકારનું સોશ્યલ વર્ક છે. લગે રહો મિતેષભાઇ...

    જવાબ આપોકાઢી નાખો
  3. સાચી સફળતા આને જ કહેવાય ,,સલામ એ ભાઈઓ ને ,

    જવાબ આપોકાઢી નાખો
  4. વાહ..ખરેખર જયારે ઇચ્છાશક્તિ સાથે મહેનત ભલે છે ત્યારે આવા પ્રેરણાદાયક કિસ્સાઓ સર્જાતા હોય છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. જવાબો
    1. DAREK NA JIVAN MA ROJ SAVARE BHAGVAN 2 OPTION AAPE CHHE
      1.JAGO ANE TAMNE GAMTA SAPNA PURA KARO
      2.SUTA RAHO ANE TAMNE GAMTA SAPNA JOTA RAHO
      PASAND AAP KI

      કાઢી નાખો
  6. શ્રી મીતેશભાઈ, આપ ના અનુભવો નો લાભ અમે નજીક ના મિત્રો તો લેતાજ રહ્યા છીએ ..

    સાચે જ કહેવાયું છે કે અનુભવ સમાન કોઈ શિક્ષક નથી....

    આપે હવે આ વિશાળ ફલક પર પણ પદાર્પણ કરેલ છે જેથી બહોળા વર્ગ ને પણ આપના અનુભવો નો લાભ હસ્તગત થશે જે ખુબ જ સારી વાત છે.

    આપે જે પ્રસંગ નું આલેખન કર્યું છે ટે ખરેખર ખુબ સુંદર અને પ્રેરણાદાયી છે જે આજે નોકરી ની તલાશ માં નવરા બેસી મકરકુદી કરતા યુવા વર્ગ ને જરૂર પ્રેરણા તેમજ પથ દર્શન પુરા પાડી શકશે....

    આવા વધુ પ્રેરણા દાયી અનુભવો ની અપેક્ષા માં...

    અરવિંદ ત્રિવેદી

    જવાબ આપોકાઢી નાખો
  7. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો